આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે બાઈક ચોરીના ગુનામાં પોલીસે આરોપીને ઝડપ્યો

આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે બાઈક ચોરીના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. બાતમીના આધારે જગદંબા સોસાયટી કિડાણામાં રહેતા હેતુભા મોહબ્બતસિંહ વાઘેલાને ઝડપી પુછપરછ કરતા તેની પાસેથી એક્ટિવા નં.જીજે૦૯-સીઈ-૭૯૪૩ અને સ્પ્લેન્ડર બાઈક નં.જીજે૧ર-એક્યુ-૩૭૩ર મળી આવી હતી જે ગાડી ચોરાઉ હોવાનું સામે આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં પીએસઆઇ સાથે એએસઆઇ સંગીતા સાલિયા, હેડકોન્સ્ટેબલ વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ હડિયોલ, દિનેશ પરમાર, રાજુ મકવાણા, ભરતભાઇ કાનગડ, કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમા, જયદિપસિંહ ઝાલા અને મહેશભાઇ ઘોઘળ જોડાયા હતા.