ટ્રાફિક ડ્રાઇવ અનુસંધાને ગાંધીધામ શહેરમાથી કુલ-૭૫ વાહનો ડીટેઇન કરી તથા એમ.વી.એક્ટ એન.સી. મુજબ દંડ આપતી પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા ઇ.પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં તથા અંજાર વિભાગમાં રોજબરોજ બનતા વાહન અકસ્માત અંગે ગાંધીધામ શહેરમા સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવનુ આયોજન કરી ઇ.પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ તથા લોકલ ક્રાઈમ બ્રાંચ પુર્વ કચ્છ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા પોલીસ ઈન્સપેક્ટર એ.બી.પટેલ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા સીટી ટ્રાફિક ગાંધીધામ પો.સબ ઇન્સ. વી.પી.આહિર નાઓએ ગુન્હાઓ બનતા અટકાવવા માટે બ્લેક ફિલ્મ તથા નંબર પ્લેટ વગરની ગાડીઓને એમ.વી.એક્ટ-૨૦૭ મુજબ કુત્તે-૭૫ ફોર વ્હીલર તથા મોટર સાયડલ ડીટેઇન કરી તથા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ ૭૫ ફોરવીલર તથા મોટરસાયકલ ડીટેઇન કરી તથા એમવી એક્ટ એનસી મુજબ કુલ-૧૧૧ વાહનોને કુલ્લે ૨૦,૫૯૪૦૦/- નો દંડ આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ઉપરોક્ત કામગીરી ઇ.પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ પુર્વ-કરછ ગાંધીધામ તથા પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા લોકલ ક્રાઇમ  બ્રાંચ પુર્વ કચ્છ તથા પોલીસ ઈન્સપેક્ટર એ.બી.પટેલ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા પો.સબ ઈન્સ. વી.પી.આહીર સીટી ટ્રાફિક ગાંધીધામ તથા પોલીસ સ્ટાફ દ્વારા સફળ  કરવામાં આવેલ છે.