દિનદયાલ પોર્ટના ગેટ પાસે રોડ ક્રોસ કરતાં આધેડને ટ્રકે અડફેટે લેતા મોત નિપજયું
આ અકસ્માત અંગે કંડલા મરીન પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતાં રાજેશભાઈ ચુનીલાલ કષ્યપે જણાવ્યું હતું કે, તા.11-1ના ફરિયાદીના પિતાજી ચુનીલાલ બુધારામ કષ્યપ સાંજના પાંચેક વાગ્યાના અરશામાં દિનદયાલ પોર્ટના વેસ્ટ ગેટ નં.1ની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન GJ-12-ડબલ્યુ-7051ના ટ્રક ચાલકે ચુનીલાલભાઈને અડફેટે લેતા છાતીના ભાગે તથા જમણા હાથની કોણીમાં ગંભીર ઇજાઓ પહોચાડી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ત્યારબાદ ફરિયાદીના પિતાજીને સારવાર અર્થે હેમાગ પટેલ હોસ્પિટલ ગાંધીધામ અને ત્યાથી વધુ સારવાર માટે સ્ટલીંગ હોસ્પીટલ ગાંધીધામ મધ્યે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.