ગાંધીધામ ASL શો રૂમમાંથી લાખો રૂપિયાની નવી ગાડી છોડાવનાર ગાડી માલિકને ગાડી રીપેરીંગ માટે સર્વર ડાઉન હોવાનો બહાના બનાવી ધક્કા ખવડાવી, શો રૂમના સંચાલકો દ્વારા ગાડી માલિક સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યા હોવાનું ગાડી માલિકે મીડિયા સમક્ષ કર્યા ગંભીર આક્ષેપો..

ગાંધીધામના કીશનકુમારએ ASL મોટર્સ શો રૂમમાંથી નવી ટ્રક ગાડી ધંધા માટે કઢાવી હતી જે ગાડીમાં વારે ઘડીયે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઉભુ થતા કીશનકુમારે શો રૂમનો સંપર્ક કરી ગાડીના પ્રોબ્લેમ વિશે જણાવતાં લાખો રૂપિયાની લીધેલી ગાડીનો પ્રોબ્લેમ સોલ્વ ન થતા વારે ગડીએ બગડી જતા કીશનકુમારે શો રૂમના ધક્કા ખાઇને થાકી જતા આજે મીડિયા સમક્ષ પોતાની આપ વિતી વર્ણવતા કહ્યું હતું કે મારી ગાડી GJ 12 BY 6115 જે છેલ્લા છ મહિનાથી સર્વર પ્રોબ્લેમ ના બહાના આપીને અહી મને ધક્કા ખવડાવી રહ્યા છે એમના પાસે મારી ગાડી રિપેર થતી નથી જેના કારણે મને લાખોનો નુકસાન થઈ રહ્યું છે. વધુમાં ગાંધીધામના કીશનકુમારએ કહ્યું હતું કે હું છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ હોય મારો ગાડી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ફોલ્ટ સર્જાતા રીપેરીંગમાં આપી હતી જે ગાડીને અત્યારે છ થી સાત મહિના થઈ ગયા હોવા છતાં પણ શોરૂમ સંચાલકો દ્વારા તોછડી ભર્યું વર્તન કરીને ગાડીનો ફોલ્ટ શોધી આપવામાં આવ્યું નથી અને થોડી ઘણી સર્વિસ કરી તગડું બિલ વસુલવામા રહ્યું છે