ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભૂજના
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ નાઓએ જીલ્લામાં પ્રોહિબિશનની ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ બંધ કરવા અને
આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને,
આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી ટી.બી.રબારી સાહેબ તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. જયદિપસિંહ ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રધ્યુમનસિંહ ગોહીલ, વાલાભાઈ ગોયલ નવીનભાઈ જોષી તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ વિગેરે પેટ્રોલીંગ હોય દરમ્યાન એ.એસ.આઇ. જયદિપસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, બસીર ઉર્ફે બોડીયો સુલતાનભાઇ પઠાણ રહે જુની જેલ પાસે મછીયારા ફળીયુ ભુજવાળો પોતાના કબ્જાની ફોર્ડ કંપની ની ફીગો ગાડીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી સુરલભીટ રોડ પર સંત રોહીદાસ નગર ની સામે રોયલ સીટી સોસાયટીમાં ખુલ્લાપ્લોટમાં હાજર છે. જે દારુનો જથ્થો સગે વગે કરવાની ફીરાકમા છે. જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબની જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ કિંમત રૂ.૨૭૩૬૦/- નો મુદ્દામાલ પકડી પાડી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ =
ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
• કબ્જે કરેલ મુદામાલ ( કુલ કિ.રૂ.૧,૭૭,૩૬૦/-)
- મેકડોવર્લ્ડ નં.-૧ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ – ૪૮, કી.રૂા. ૧૮,૦૦૦/- – રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ – ૧૮,કી. ૯૩૬૦/-
=
- ફોર્ડ કંપની ની ફીગો કાર રજીન.નંબર GJ 01 KE 7695 કી.ગ્ન. ૧,૫૦,૦૦૦/-
- પકડાયેલ ઇસમ
- બસીર ઉર્ફે બોડીયો સુલતાનભાઇ પઠાણ ઉ.વ.૩૮ રહે જુની જેલ પાસે મછીયારા ફળીયુ ભુજ