વેકરીયા રણમાં ઘોડા દોડ જોવા ગયેલા ઇસમની બાઈક ચોરાઈ

આ અંગે ઢોરી વાડી વિસ્તારમાં રહેતા દામજી ગોપાલ વારોત્રાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા. 8-1ના  બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાની માલીકીની GJ-12-DR-0992 બાઈક દ્વારા વેકરીયા રણમાં ઘોડા દોડ જોવા માટે ગયા હતા. ઘોડા દોડ બાદ પોણા ચારેક વાગ્યાના અરસામાં બાઈક લેવા જતા પાર્ક કરેલ સ્થળ પર બાઈક જોવા મળ્યું ન હતું. આ અંગે આસપાસ તપાસ કરતાં બાઈક ક્યાય મળી આવ્યું ન હતું. ખાવડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.