જામનગર ના આરોગ્ય કેન્દ્રની બેદરકારી ને કારણે અંકિતભાઈ લવજીભાઈ કણજારીયા દ્વારા જામનગર કલેક્ટર તથા આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી ને રજીસ્ટર્ડ એડી દ્વારા ફરિયાદ કરાઈ

અંકિત લવજીભાઈ કણજારીયા રહેવાસી આપવા આવાસ જામનગર વાળા દ્વારા તેમની 5 માસની દીકરીને તારીખ 4 1 2023 ના રોજ મમતા દિવસ હોય પોલિયો તથા રોટા વાયરસની રસી મુકાવવા માટે નજીકની આંગણવાડીમાં લઈ જતા આરોગ્ય કેન્દ્રની બેદરકારીના લીધે ઇન્જેક્શન ની ગંભીર અસર થતા જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવાની ફરજ પડે છે તે અંગે તેમના દ્વારા મુખ્યમંત્રી શ્રી ગુજરાત આરોગ્ય મંત્રીશ્રી કાયદા મંત્રી શ્રી જિલ્લા કલેકટર જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક જામનગર કમિશનર શ્રી જામનગર તેમજ લોક વિચારમાં સંસ્થાને ફરિયાદના રૂપમાં રજીસ્ટર એડી પોસ્ટથી આજરોજ તારીખ 11.01.2022ના કેસ પેપર સાથે લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ છે