કોરિયાણીના ફાટક પાસે બાઇક પર 24 બોટલ સાથે બે ઝડપાયા                    

ગઇકાલે બપોરે નારાયણસરોવર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે કોરિયાણી ફાટક પાસે વર્માનગર-પાનધ્રો તરફથી આવતી એક?શંકાસ્પદ મોટરસાઇકલને હાથના ઇશારા વડે પોલીસે ઊભી રાખવાનું કહેતાં બાઇક ઊભી રાખી નહીં અને કોરિયાણી ગામ તરફ?દોડાવી દેતાં પોલીસે ગાડીથી પીછો કરીને બાઇકને ઊભી રખાવી હતી. આરોપી ગણપતસિંહ નેતાજી રાઠોડ?(રહે. કોરિયાણી) અને વિક્રમ જગનપુરી ગૌસ્વામી (રહે. કપુરાશી)ને ઝડપી તેઓ પાસેના પાન-મસાલાના થેલાની તલાશી લેતાં તેમાંથી વ્હિસ્કીની 24 બોટલ કિં. રૂા. 9000 તથા બાઇક કિં. રૂા. 13,000 અને બે મોબાઇલ કિં. રૂા. 7000 એમ કુલે રૂા. 29000ના મુદ્દામાલ સાથે ઝડપી નારાયણ સરોવર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.