ગાંધીધામમાં વેપારી સાથે 18 લાખની છેતરપિંડી આચરતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આ અંગે આશાપુરા સોસાયટી ભારતનગર ગાંધીધામમાં રહેતા અને શક્તિ કોર્પોરેશ કરિયાણાની દુકાન ચલાવતા અક્ષય રમેશભાઈ ભાનુશાલીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેને આરોપી મહેન્દ્ર માવજી ભાનુશાલી LIC એજંટ પાસેથી 3 પોલિસી લીધેલ હતી. તે બાદ ફરિયાદીને પોલિસીનો હપ્તો ભરવામાં મુશ્કેલી પડતી હોવાની 3 પોલિસી બંધ કરવાનું આરોપીને જણાવ્યુ હતું. તે દરમિયાન આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે, તારો હપ્તો હું ભરીશ અને ફરિયાદી પાસેથી એક કોરો ચેક લીધો હતો. જ્યારે ફરિયાદી પાસે સગવડ થાય ત્યારે રૂપિયા આપવાની વાત કરી હતી. બાદમાં આરોપી બેંકમાથી રૂપિયા લેવા સમયે ફરિયાદીને સાથે લઈ જઈ ચેક આપી self લખાવી ફરિયાદીનો ચહેરો બતાવી રૂપિયા ઉપાડતો હતો. કોરોનાકાળમાં બેંકમાં રૂપિયા જમા કરવવામાં મુશ્કેલી પડતી હોઈ આરોપી મહેન્દ્ર ફરિયાદી અક્ષય પાસેથી રોકડ રૂપિયા લઇ લેતો હતો અને મોબાઇલ વડે પોતાના બેંક ખાતામાંથી ફરિયાદીના બેંક ખાતામાં પૈસા જમા કરાવી બેંકની એન્ટ્રી કરતો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીની શક્તિ કોર્પોરેશનનો 11 લાખનો ચેક બાઉન્સ કરાવેલ હતો. ત્યારબાદ 4-8ના પણ સાત લાખનો ચેક બાઉન્સ કરાવ્યો હતો. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ચેક બાઉન્સ કરાવી 18 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.