ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત

આ અંગે મળતી માહિતી અનુસાર આ અકસ્માત તા.11-1ના રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ચુંગીનાકા પુલિયા પાસે સર્જાયો હતો. ચુંગીનાકા પુલિયા પાસે RJ-27-GC-5940ના ટ્રેલર ચાલકે પોતાનું કબજાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી GJ-12-Q-0759 બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે આદિપુર રામબાગ હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારબાદ વધુ સારવાર માટે જૈન સેવા સમિતિ હોસ્પિટલ આદિપુર મધ્યે રિફાર કરાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ઇજાગ્રસ્ત બાઇક ચાલક કિશનકુમાર બિરજુકુમાર કમતિને બંને પગે ફેકચર સહિતની ઈજાઓ થઈ હોવાનું જણાવ્યુ હતું. આ ઘટનામાં ટ્રેલર ચાલક પોતાના કબજાનું વાહન ઘટનાસ્થળ પર મૂકી નાશી ગયો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.