મુન્દ્રા તાલુકાના ટપ્પર વાંકી ગામ ખાતે ચાલી રહેલ પૂલના કામમાં ભ્રષ્ટાચાર આચરતા ગ્રામજનોએ કામને બંધ કરાવ્યું.

મુન્દ્રાના ટપ્પર વાંકી ખાતે રસ્તા ઉપર પુલનું કામ ચાલુ કરવામાં આવેલ છે. જાણવામળતી વિગત મુજબ આ કામનો કોન્ટ્રાક્ટ જ્યોતિ ઈનફરા (સંજય પટેલ) નો છે જે કામ માં ગ્રામજનો ના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર આચર્યું હોવાના કારણોસર ટપ્પર ગામના જાગૃત નાગરિકો દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે જેમાં ગણપતસિંહ, નરેન્દ્રસિંહ, રવિરજસિંહ, હરપાલસિંહ, નરેન્દ્રસિંહ દાદા એ આ કામ બંધ કરાવ્યું હોવાનું જાણવા મળેલ છે. તથા ગ્રામજનો સાથે તાલુકા પંચાયતના સદસ્ય સુરેન્દ્રસિંહ મેરુભા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.