કડોલમાં ક્રિકેટ રમવા બાબતે થયેલ બોલાચાલીનું મનદુખ રાખી યુવકને માર-મરાયો

કડોલમાં ક્રિકેટ રમવા બાબતે થયેલ બોલાચાલીનું મનદુખ રાખી યુવકને માર-મરાયો

ભચાઉ તાલુકાનાં કડોલમાં ક્રિકેટ રમવા બાબતે થોડા દિવસ પૂર્વે થયેલ બોલાચાલીનું મનદુખ રાખી 4 શખ્સોએ યુવકને માર-માર્યો હોવાની ઘટના ભચાઉ પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં ડી.પી નગર કડોલમાં રહેતા મહેશભાઈ સવજીભાઈ વરચંદે જણાવ્યુ હતું કે, થોડા દિવસ અગાઉ ક્રિકેટ રમવા બાબતે થયેલ બોલાચાલીનું મનદુખ રાખી રાજેશ દેવા વરચંદ, કલ્પેશ ભચુ ઢીલા, દેવા કરશન વરચંદ અને ભચુ સામતા ઢીલાએ માર માર્યો હતો. ફરિયાદી બપોરના આશરે ત્રણેક વાગ્યે ચોબારી જવા નીકળ્યા હતા તે દરમિયાન તેમના ગામના આ ચાર શખ્સો આવ્યા હતા. તે દરમિયાન રાજેશ દેવા વરચંદના હાથમાં લોખંડની ટામી કલ્પેશ ભચુ ઢીલાના હાથમાં લાકડાનો ધોકો તથા ભચુ સામતાના હાથમાં તલવાર હતી. આ લોકોએ ફરિયાદી સાથે ઝગડો કરી આરોપી રાજેશ દેવા વરચંદે ફરિયાદીને કાનના નીચે ગળાના ભાગે લોખંડની ટામી મારી તો કલ્પેશે વાસાના ભાગે લાકડાના ધોકા વડે માર માર્યો હતો. દેવા કરશન વરચંદે ફરિયાદીને ગાડો આપી ગડદા પાટુનો માર માર્યો હતો. આ ઝગડામાં રાડારાડી થતાં બાજુના ખેતરમાથી લોકોએ આવીને ફરિયાદીને વધુ મારથી છોડાવ્યા હતા. તે દરમિયાન ભચુ સામતા ઢીલા તથા અન્ય ત્રણેય શખ્સોએ ફરિયાદીને ધમકી આપી હતી કે, આજે તો બચી ગયો બીજીવાર હાથમાં આવીશ તો જાનથી મારી નાખશુ. ફરિયાદીને ઇજા પહોચતા તેને સારવાર અર્થે ભચાઉ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.