જામનગર શહેરના ભીડ ભજન મંદીર પાસે રોડ પર રીક્ષામાંથી શંકાસ્પદ નશાકારક કેફી પીણાની બોટલ નંગ-૧૭૩ પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ ની સૂચના તેમજ જામનગર એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,
દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઇ ડોરીયા તથા અનીરૂધ્ધસિંહ ઝાલા તથા અરજણભાઈ કોડીયાતરને મળેલ બાતમી આધારે ભીડ ભજન મંદીર પાસે રોડ ઉપર વોચમાં રહી ચંદ્રેશભાઇ રમેશભાઇ નંદા રહે-જામનગર વાળા પાસેથી શંકાસ્પદ નશાકારક કેફી પીણું (૧) “SUNNINDRRA ASAVA-ARISHTA”તથા (૨) HERBY GOLD ASAVA (3) STONEARISHTHA ASAVA-ARISHTA” ની કુલ-૧૭૩ બોટલો કુલ કિ.રૂ.૨૫,૯૫૦/- નો મુદામાલ પકડી સીટી “બી” ડીવી. પોલીસ સ્ટેશનમાં પોલીસ જાણવા જોગ દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર શ્રી બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ.જે.ડી.પરમારના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.