મોટી ખાવડી ગામ માંથી ડીગ્રી વગરના ડોકટરને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. પોલીસ
જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સા.નાઓની સુચના તથા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સપેકટર શ્રી બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. રમેશભાઈ ચાવડા તથા સંદિપભાઈ ચુડાસમાં ને બાતમી મળેલ કે, મોટી ખાવડી ગામ તા.લાલપુર જી.જામનગર મા બિજલ વિશ્વાસ નામનો ઈસમ મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દી ઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્જામાથી સ્ટેથો સ્કોપ તથા બી.પી. માપવાનું તથા ઈન્જેકશન તથા અલગ અલગ કંપની ઓની દવા મળી કુલ કી.રૂ.૩,૬૧૬/- ના મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે.મજકુર ઇસમ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ છે.
આરોપી : બિજલકુમાર ભગીરથચંન્દ્ર બિસ્વાસ ઉવ.૫૦ ધંધો બોગસ ડોકટર રહે હાલ મોટી ખાવડી ગામ, રાજ કોમ્પ્લેક્ષ, મુન્નાભાઈના મકાનમાં, તા.લાલપુર જી.જામનગર મુળ રહે ચાર બંબુનગર, જી.નોદીયા, પશ્ચીમ બંગાળ