છેલ્લા ૫ વર્ષથી ધાનપુર પો.સ્ટે ના મારામારીના ગુનામાં ફરાર નાસતા-ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડૈલ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ડ્રાઇવ રાખેલ હોય જેથી એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.વી.ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એલ.જે.મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્યાન પોલીસ સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ,સલીમભાઇ નોયડા,ભરતભાઇ ડાંગર,કાસમભાઇ બ્લોચને બાતમી મળેલ કે દાહોદ જિલ્લાના ધાનપુર પો..સ્ટેના મારામારીના ગુનામા છેલ્લા ૦૫ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી નરેશભાઇ ઝાપડાભાઇ સંગોડ રહેવાસી-પાવ તા.ગરબાડા જી.દાહોદ વાળો મોરબી-ટંકારા રોડ વાડી વિસ્તારમા આવેલ છે જેથી મોરબી-ટંકારા હાઇવે પર અંજતા ફેકટરી ની સામે વાડી વિસ્તારમાં તપાસ કરતા આરોપી નરેશભાઇ જાપડાભાઇ સંગોડ ઉ.વ.- ૨૫ ધંધો-મજુરી રહેવાસી- હાલ- સાદરા ગામ તા.મહેમદાબાદ જી. ખેડા, મુળ ગામ- પાવ તા.ધાનપુર જી.દાહોદ વાળો મળી આવતા આરોપી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ધાનપુર પોલીસ સ્ટેશન જાણ કરી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.