અંજારમાં ફરી એકવાર ભરચક ગંગાનાકા વિસ્તારમાં લૂંટની ઘટના બનવા પામી હતી

પાણીના પ્લાન્ટમાં ત્રણ જણાએ ઘુસીને માલિકને ધોકાથી ફટકારી લૂંટી લીધા હતા,સોનાની ચેઇન અને રોકડા લઈ આરોપીઓ ફરાર થયા હતા,ભોગ ગ્રસ્ત વેપારી બેભાન થઈ જતા સારવાર તળે ખસેડાયા છે
અંજાર પોલીસની નબળી કાર્યવાહીના કારણે ગુનેગારો બેખોફ બન્યા છે

આ સમગ્ર બનાવમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાત્રિ દરમિયાન આ ઘટના બનવા પામી હતી ત્રણ આરોપીઓએ આવીને પાણીના પ્લાન્ટના સંચાલકને માર મારીને લૂંટી લીધો હતો અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી

સ્થળ પર પોલીસની ટીમ દોડી આવી હતી આજે બીજા દિવસે પણ આરોપીઓ હાથમાં આવી શક્યા નથી

પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે

લાંબા સમયથી જોવા જઈએ તો પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથડી રહી છે

લૂંટ, મારા મારી જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા પામી રહ્યા છે ત્યારે પોલીસની ધાક વગરની કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા છે

લાંબા સમયથી બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસની પકડ મજબૂત બને તે જરૂરી બની રહે છે આજે લૂંટની ઘટના બનવા પામતા અંજાર શહેરમાં ચકચાર મચી જવા પામી છે

વેપારીઓએ પણ ભેદ ઉકેલવા પોલીસ પાસે માંગ કરી છે પોલીસે હાલમાં આ કિસ્સામાં સીસીટીવી ફુટેજ ના આધારે શંકાસ્પદ ઈસમોની પૂછપરછ હાથ ધરી છે.