કુકમામાં છરીની અણીએ મોબાઇલ લૂંટનારો ઝડપાયો

કુકમાથી લાખોંદ ચોકડી તરફ જતા રસ્તા પર તળાવની પાળ પાસે છરી બતાવી પરપ્રાંતીયના ખિસ્સામાંથી મોબાઇલ તથા રોકડા રૂા. 200ની લૂંટનો ભેદ પદ્ધર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે.  પદ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કુકમાથી લાખોંદ જતા માર્ગે છરીની અણીએ આ લૂંટ ચલાવનાર આરોપી ઇસ્માઇલ હારૂન અધા કકલ (રહે. નવાવાસ કુકમા)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી લૂંટાયેલો મોબાઇલ ઉપરાંત અન્ય એક મોબાઇલ તથા રોકડા રૂા. 200 એમ કુલ્લે રૂા. 10,200ના મુદ્દામાલ તથા છરી કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.