અઢી માસ પહેલા છરી વડે ગંભીર ઇજા સાથે બનેલ લુંટનો ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી

ગઇ તા.૩૦/૧૦/૨૦૨૨ ના રોજ બગોદરા પો.સ્ટે. ગુન્હો નોંધાયેલ. જે લૂંટનો ગુન્હો વણશોધાયેલ હોઇ જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષકશ્રી વી.ચંદ્રસેકર સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી અમિત વસાવા સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં નોધાયેલ ઘરફોડ,ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સારૂ ખાસ એકશન પ્લાન બનાવી આવા ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.એન.કરમટીયા એલ.સી.બી. નાઓએ તાબાના અધિકારીશ્રી/કર્મચારી ઓની અલગ અલગ ટીમો બનાવી ગુન્હા શોધવા સૂચના કરેલ તેના ભાગરૂપે ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કરેલ તેના પરીણામ સ્વરૂપ એલ.સી.બી ના અજયભાઇ બોળીયા હે.કોન્સ. નાઓને હ્યુમન સોર્સથી મળેલ ચોક્કસ બાતમી આધારે છરી બતાવી લૂટ કરતા બે આરોપીઓને રોકડ, મોબાઇલ તથા લૂંટમાં વાપરેલ વાહન મળી કુલ કી.રૂ. ૩૬,૦૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) દિપકભાઇ રમેશભાઇ જાતે-મહિડા (અનુસુચિત જાતી) ઉ.વ. ૨૬, ધંધો- પ્રાયવેટ નોકરી રહે હાલ- ડી/૨૦૯, કેસર સીટી, મોરૈયા તા-સાણંદ જિ-અમદાવાદ મુળ રહે- દડવા (રાંદલના) તા-ઉમરાળા જિ-ભાવનગર

(૨) વિપુલભાઇ નટુભાઇ જાતે-સોલંકી (અનુસુચિત જાતી) ઉ.વ. ૨૭, ધંધો- પ્રાયવેટ નોકરી રહે હાલ- મોરૈયા, સોમનાથ સોસાયટી સામે, ૨૦૮ નંબરની રૂમમાં તા-સાણંદ જિ-અમદાવાદ મુળ રહે- ધનાળા તા-ધોલેરા જિ-અમદાવાદ

ગુજરાત પોલીસ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી આ કામગીરીમાં એલ.સી.બી પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એન.કરમટીયા, પો.સ.ઇ.શ્રી એચ.આર.પટેલ, પો.સ.ઇ.શ્રી જે.એમ.પટેલ, પો.સ.ઇ.શ્રી આર.બી.રાઠોડ, એ.એસ.આઇ. દિલીપસિહ પરમાર, હે.કોન્સ. અજયભાઇ બોળીયા, હે.કોન્સ. કુલદિપસિંહ ચૌહાણ, પો.કોન્સ. વિપુલભાઇ પટેલ, પો.કોન્સ. વિશાલકુમાર સોલંકી, પો.કોન્સ. ઘનશ્યામસિંહ રાઠોડ વિગેરે નાઓ જોડાયેલ હતા.