મીઠીરોહર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર ઇસમને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ- ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બડિયા સાહેબ પુર્વ કચ્છ-ગાંધીધામ નાઓ દ્વારા મિલ્કત સંબંધી બનતા ગુના અટકાવવા તેમજ તાજેતરમાં દિવસ દરમ્યાન થયેલ ઘરફોડ ચોરીના બનતા બનાવો અટકાવવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર તથા પોલીસ ઇન્સપેક્ટરથી એમ.એન.દવે સાહેબનાઓના માર્ગદર્શન તથા જરૂરી સુચન આપેલ હોય અને તાજેતરમાં મીઠીરોહર ઇગોર સોસાયટીમાં રહેણાંક મકાનમાં દિવસ દરમ્યાન ધરફોડ ચોરીનો ગુનો બનવા પામેલ હોય અને સદર ગુનો તા-૧૯/૦૧/૨૦૨૩ ના રોજ જાહેર થયેલ હોય અને સદર ગુના કામે ફરીયાદી ના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના કિ.રૂ.૧,૫૬,000/- ની ચોરી થયેલ જે ગુનાની ગંભીરતા ને ધ્યાને લઇ અલગ અલગ દિશામાં આરોપી બાબતે તપાસ ક૨વા સારૂ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન શોર્સ ના માધ્યમોથી તપાસ ચાલુમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આ ઘરફોડ ચોરી કરનાર આરોપીને મીઠીરોહર પી.એચ.સી. સેન્ટર પાસેથી પકડી પાડી ઉપરોક્ત ગુનામાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી આરોપીને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
અસગર ઉર્ફે કારો ઓસમાણ કલ(મુસલમાન) ઉ.૫- ૨૩ રહે- અબ્દુલ બાપુની દરગાહ પાસે મીઠી રોહર તા- ગાંધીધામ
ગુના કામે પકડવાના બાકી રહેતા આરોપીઓ
(૧) અકરમ સિદ્દીક બુટ્ટા(મુસલમાન) રહે-કિડાણા સોસાયટી તા– ગાંધીધામ (૨) જીન્નત જવેલર્સ ( ૧૨ મીટ૨ રોડ- અંજાર ) નામની દુકાનનો સોની વેપારી
રીકવર કરેલ મુદ્દામાલ
(૧) સોનાની બૂટ્ટી નંગ -૦૨ વજન ૪.૩૯૦ ગ્રામ કિ.રૂ. ૧૪૧૯૦/-
(૨) સોનાનું એક મોટુ ઓમ પેંડલ નંગ-૦૧ વજન ૨.૪૪૦ ગ્રામ કિ.રૂ. ૯૨૪૦/-
(3) સોનાનું એક હાર્ટ શેપ પેંડલ નંગ-૧ વજન ૦.૫૨૦ ગ્રામ કિ.રૂ. ૨000/-
(૪) સોનાનું નંગ વાળુ ઓમ પેંડલ નંગ-૧ વજન ૦.૭30 ગ્રામ કિ.રૂ. ૨૭૦૦/-
(૫) સોનાનું લંબગોળ આકારનું પેંડલ-૧ વજન ૦.૯૬૦ ગ્રામ કિ.રૂ. ૩૬૫૦/- (૬) ચાંદીના પાયલ નંગ-૦૨ (જોડી-૧) વજન ૨૬.૮૪૦ ગ્રામ કિ.રૂ. ૧૧૨૦/-
(૭) ચાંદીની વીંટી નંગ-૦૧ વજન ૨.૨૮૦ ગ્રામ કિ.રૂ. ૯૦/-
(૮) ચાંદીની નાની મોટી કેડી નંગ-૦૩ વજન ૬.૩૪૦ ગ્રામ કિ.રૂ. ૨૩૫/-
(૯) ચાંદીના પાયલ નંગ-૦૨ (જોડી-૧) વજન ૫૦.૨૯૦ ગ્રામ કિ.રૂ. ૧૬૨૫/- (૧૦) એક વિવો કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૭૦૦૦/-
(૧૧) એક્સેસ ટુ વ્હિલર એન્જીન નંબર – AF216829443 વાળુ કિ.રૂ. ૫૦,૦૦૦/-
કુલ્લે કિં.રૂ. ૯૧,૮૫૦ /-