નખત્રાણાના ધોરમનાથ કોપ્લેક્સમાં પાર્ક કરેલી રૂ.10000 ની મોટરસાઇકલ ઉઠાંતરી

આ અંગે ફરિયાદ નોંધાવતાં હસમુખભાઇ નરેન્દ્રભાઈ ડઢાણીયાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમની GJ-12-AL-1525 બજાજ કંપનીની પ્લેટિના જેની કિમત રૂ.10,000 થાય છે. આ મોટરસાઇકલ હસમુખભાઇએ હજીપીર ખાતે આવેલી અર્ચન કંપનીમાં જવા માટે નખત્રાણાના બસ સ્ટેશન સુધી લઈ આવીને બસ સ્ટેશનની સામે ધોરમનાથ કોમ્પ્લેક્સમાં નીચે પાર્કિંગમાં પાર્ક કરી અને કંપનીની બસમાં  તે નોકરી પર ગયા અને બીજા દિવસે અર્ચન કંપનીની બસમાં નોકરીથી પરત આવી ને જોયું તો તેમની ધોરમનાથ કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલી મોટરસાઇકલ જોવા ન મળતા ચોરી થઈ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. નખત્રાણા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે