નખત્રાણા તાલુકાનાં કોટડા ગામની વાડીમા રૂ. ૪0000 ની તસ્કરી

નખત્રાણા તાલુકાનાં કોટડા(જ) જાડાઈ રોડ હજારીયા વાડી વિસ્તારમાં વડીઓમાં અજાણ્યા શખ્સે બોરની મોટરનો કોપર કેબલ વાયર જેની કિમત રૂ. 7,600 તથા બાજુમાં આવેલી વડીમાંથી બોરના કોપર કેબલ વાયર 82 મીટર જેની કિમત રૂ.32,810 આમ કુલ કિમત રૂપિયા 40,410 ની કોઈક અજાણ્યા ઇસમે ચોરી કર્યા હોવાની નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે