કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 1નું મોત 2 ઘાયલ

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, તા.25-1ના રાત્રિના ગાંધીધામથી રાપર બાજુ જતાં માર્ગે આ અકસ્માત સર્જાયો હતો. GJ-12-બીડબલ્યુ-7294ના ડમ્પર ચાલકે પોતાના કબજામાં રહેલું ડમ્પર પૂર ઝડપે અને ગફલતફરી રીતે ચલાવી ગાંધીધામથી રાપર બાજુ જઈ રહેલ GJ-38-BA-5681ના કાર ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.  આ ઘટનામાં કાર ચાલક મિતુલ ભાઈને જમણા ખભે ફેકચર તથા માથાના ભાગે સામાન્ય ઇજાઓ પહોચી હતી. તો કાર સવાર ભરતભાઈને પીઠના ભાગે સામાન્ય મુંઢ ઇજાઓ પહોચી હતી. જ્યારે કાનજીભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મોત નિપજયું હતું. બી-ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.