ભુજમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
આ અંગે ફરિયાદ નોંધાવતાં જનકભાઈ લક્ષ્મીદાસ ગોરે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ બપોરના અરસામાં જ્યુબેલી સર્કલ આકાશવાણીના ગેટ પાસે ઊભા હતા તે દરમિયાન જયનગર તરફ થી આવી રહેલ GJ-18-AC-4329ના સ્કોર્પિયો ચાલકે પોતાના કબજાની ગાડી પૂર ઝડપે ચલાવી રિક્ષાના પાછળના ભાગે અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી જોકે રિક્ષામાં નુકશાન પહોચ્યું હતું. ભુજ એ-ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.