આદિપુરના શાકમાર્કેટમાથી એક્ટિવાની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ
આ અંગે શિણાયના આકાર વિલામાં રહેતા જીતેન્દ્રસિંહ ગોપાલસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.29-1ના અગીયાર વાગ્યાના અરશામાં પોતાની માલિકીની GJ-12-DB-7283 એક્ટિવા દ્વારા શાકભાજી લેવા માટે આદિપુર શાકમાર્કેટ ગયા હતા. તે સમય દરમિયાન ફરિયાદીએ પોતાની માલીકીની એક્ટિવા શાકમાર્કેટની બાજુમાં જ પાર્ક કરી શાકભાજી ખરીદવા ગયા હતા. અડધા કલાક બાદ ફરિયાદી પરત આવી એક્ટિવા લેવા જતાં એક્ટિવા પાર્ક કરેલ સ્થળ પર નજરે પડ્યું ન હતું. ત્યારબાદ આસપાસ તપાસ કરતાં એક્ટિવા ક્યાય મળી ન આવતા ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આદિપુર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.