માધાપર પાસે ખાનગી બસ હડફેટે આધેડનું મૃત્યુ

માધાપર પાસે સર્જાયેલા અકસ્માતમાં ખાનગી બસ હડફેટે આધેડનું મોત નીપજયું હોવાની ઘટના બની હતી. રોંગ સઇડમાં ચાલી રહેલી બસ દ્રારા એક કારને પણ હડફેટે લીધી હોવાનું જાણવા મળે છે. આ બાબતની ભુજ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર કમલેશ કિશોર સોનીએ ફરિયાદ નોંધાવી છે કે, માધાપર પાસે ખાનગી બસ નંબર જી.જે.12.ટી.4436ના ચાલકે પોતાની બસ રોંગ સાઇડમાં ચલાવી નારણભાઈ દામજીભાઇ આડેસરા ઉ.વ.63 રહે વર્ધમાનનગર માધાપર પોતાનું એકટીવા નંબર જી.જે.12.બીએસ. 9883 લઈને જતાં હતા ત્યારે રોંગ સાઇડમાં આવતી ખાનગી બસે તેમને હડફેટે લેતા ગભીર ઇજાઓ થઇ હતી. અને મોત નીપજયું હતું. આ ઘટના દરમિયાન સામેથી આવતી કાર નંબર જી.જે.12.બી.9518ને પણ ખાનગી બસ ચાલકે હડફેટે લીધી હોવાનું જાણવા મળે છે. પોલીસે ખાનગી બસ ચાલક વિરૂધ્ધ અકસ્માતમાં મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *