અંજારમાંથી દેશી શરાબ સાથે એક આરોપી પકડાયો

અંજાર પાસે પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા વિદેશી શરાબ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. આ બાબતની મળતી વિગતો પ્રમાણે અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે સ્વામિનારાયણ મંદિર પાછળ ગોવર્ધન પર્વત રોડ પાસે રાતાતળાવ સીમમાં વિદેશીશરાબ સાથે એક આરોપી હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડતા નીતિન નારાયણ મહેશ્વરી રહે મતીયાનગર, દબડા અંજાર ના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી શરાબની 750 મીલી લિટરની બોટલ નંગ 72 કિંમત રૂ. 25200, એકટીવા મોટર સાયકલ જી.જે.12.ડી.સી.3505 કિંમત રૂ. 35000 મળી કુલ 65200 ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *