નખત્રાણાના રહેણાંક મકાનમાથી શરાબ ઝડપાયો

નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નખત્રાણા બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જે.પી.પુલિયાથી આગળ સર્વિસ સ્ટેશન પાછળ રહેતો ચંદનસિંહ જીવરાજસિંહ રાઠોડ પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી 10 દારૂની બોટલ ઝડપી પાડી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે 4000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.