માનકુવા પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે એક શખ્સને ઝડપ્યો
માનકુવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટાંકણાસર ગામ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અલીમામદ સલેમાન જત પોતાના કબજામાં ગેરકાયદેસર બંદૂક રાખેલ છે. અને તે હાલમાં ટાંકણાસર ગામની સીમમાં આવેલ લાંગણ ડુંગર પાસે છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળેથી ઉપરોકત આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કી.રૂ.1,000ની એક બંદૂક તથા એક મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી 1750નો મુદ્દામલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી: અલીમામદ સલેમાન જત, ઉ.વ.30, રહે, ટાંકણાસર તા.ભુજ