નલિયામાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા
નલિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાંભડાઈ ફળિયું નલિયા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, બાંભડાઇ ફળિયું નલિયા કોલી વાસમાં રહેતા રમેશ મિઠ્ઠું કોલી પોતાના રહેણાંક મકાનના આગળ ખુલ્લા કમ્પાઉન્ડમાં બહારથી માણસો બોલાવી ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે. બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડી ધાણી પાસે વડે જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 2480 કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- રમેશ મિઠ્ઠું કોલી ઉ.વ.35 રહે. બાંભડાઈ ફળિયું નલિયા તા. અબડાસા
- શંકર ઉર્ફે કાળો ઈશાક કોલી ઉ.વ.22 રહે. ભવાનીપર તા. અબડાસા
રતન મામદ કોલી ઉ.વ.23 રહે. મફતનગર નલિયા તા. અબડાસા