સામખિયાળી મોરબી હાઈવે પર એસ.ટી. બસ અને ટ્રેલરનો અકસ્માત સર્જાયો: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ
સામખિયાળી-મોરબી હાઈવે રોડ પર એકતા હોટલ પાસે આ અકસ્માતની ઘટના બનવા પામી હતી. ટ્રેલરના પાછળના ભાગે એસ.ટી. અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2-3 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોચી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગે એસ.ટી.બસ ડ્રાઈવર માધવજી હમીરભાઈ ચાવડાએ લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.17-2ના નારાયણ સરોવરથી દ્વારકા જતી GH-18-Z-6406 બસમાં ડ્રાઈવર તરીકેની ફરજ પર હતા. તેઓ સામખિયાળી-મોરબી હાઈવે રોડ પર આવેલ હોટલ એકતા પાસે પહોચ્યા તે દરમિયાન RJ-14-GE-3253ના ટ્રેલર ચાલકે અચાનકથી હોટલમાથી ટ્રેલર હાઈવે રોડ પર ચડાવતા બસ ટ્રેલરના પાછળના ભાગે અથડાઇ હતી. જેથી આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2-3 મુસાફરોને ઓછી વતી ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, બસના આગળના ભાગે નુકશાન પહોચ્યું હતું. લાકડિયા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.