જામનગર ખીજડીયા બાયપાસ રોડ ઉપર થી ઇકો કાર માથી ઇગ્લીંશ દારૂનો જથ્થો બોટલ તથા ચપલા મળી કુલ નંગ-નંગ-૯૬ તથા ઇકો કાર,મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૨,૭૯,૦૦૦-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ

શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી જુગાર ના કેસો શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું સાહેબ નાઓએ દારૂ જુગારના કેસો સોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા
દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના પોલીસ હેડ કોન્સ ચશપાલસિંહ જાડેજા તથા એ.એસ.આઇ.સંજયસિંહ વાળા તથા પો.હેડ કોન્સ ને મળેલ હકિકત આધારે ખીજડીયા બાયપાસે રોડ ઉપર વોચમાં હતા દરમ્યા મળેલ બાતમી મુજબની ગ્રે કલરની ઇકો કાર નં-જી.જે.૧૦ ડી.જે.૩૬૭૩ માં આરોપી રાહુલ ઉર્ફ ગદુ બચુભાઇ ચાવડા કોળી રહે.ખીજડીયા ગામ નવા પ્લોટમા તા.જી.જામનગર મળી આતા મજકુરના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૮ કિ.રૂ.૧૯,૨૦૦ નથા ચપલા નંગ-૪૮ કિ.રૂ.૪૦૦/- મળી કુલ કિ.રૂ.૨૪,૦૦૦/-તથ ઇકો કાર કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ ૬૩,૨,૩૯,૦૦૦/-મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી પોલીસ હેડ કોન્સ દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ યશપાલસિંહ જાડેજાએ મજકુર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ સપ્લાયર શ્યામ રહે.સામખીયારી કચ્છ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે