ભુજમાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા, 3 ફરાર

ભુજ બી-ડિવિઝન પોલીસ ને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ઓસમાણ અભલા પટેલ રહે-ચાકીવાળી મસ્જીદની બાજુમાં દાદુપીર રોડ ભુજ વાળાના રહેણાંક મકાનની બહાર આંગણામાં અમુક શખ્સો તીનપત્તિ વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળે રેડ પાડતા અમુક શખ્સો કુંડાળું વાળી જુગાર રમતા નજરે પડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે 3 નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી રોકડા રૂપિયા 5150, 2 મોબાઈલ ફોન કિ.રૂ.4000 મળી કુલ કિ.રૂ.9150નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ આરોપીઓ:

  1. મામદ ઉમર સામા ઉ.વ.55 રહે. હેરી વાડી હરીઓમ હોટલ પાછળ જુના રેલ્વે સ્ટેશન સામે હનુમાન મંદિર પાસે ભુજ
  2. મુસ્તાક જુસબ ખારા ઉ.વ.33 રહે. માતમ ચોક આઝાદ નગર ભીડનાકા બહાર ભુજ
  3. ઉમર સુલેમાન મોખા ઉ.વ.28 રહે. માતમ ચોક આઝાદ નગર ભીડનાકા બહાર ભુજ

ફરાર આરોપીઓ:

  1. ઓસમાણ અભલા પટેલ રહે, સદર મકાન ચાકીવાળી મસ્જીદની બાજુમાં દાદુપીર રોડ ભુજ
  2. ગણી ઉર્ફે લાલા અલીમામદ મોખા રહે, સિતારા ચોક ભુજ
  3. મુસ્તાક મામદ ગગડા રહે, ચાકી વાળી મસ્જીદ બાજુમાં ભુજ