મુન્દ્રાના વવાર ગામના રહેણાક મકાનમાથી 15,800નો શરાબ ઝડપાયો: આરોપી ફરાર

પ્રાગપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વવાર ગામના બસ સ્ટેશન પાસે પહોચતા પો.કોન્સ. કેશરભાઈ રાણાભાઈ દેસાઈના ઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, ગોવિંદ વીરા ગઢવી રહે. વવાર વાળો પોતાના રહેણાકે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશીદારૂનો વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરવા બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી રહેણાંક મકાનની આસપાસ તપાસ કરતાં બાથરૂમની પાછળ પડેલ લોખંડના પીપડામાથી બિયરના 18 ટીન તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની 40 બોટલો મળી આવી હતી. જોકે આ દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે 18 નંગ બિયરના ટીન કિ.રૂ.1800 તથા ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની 40 બોટલો કિ.રૂ.14,000 મળી કુલ કિ.રૂ.15,800નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.