કિડાણામાં મકાનમાથી 28 હજારનો સામાન સેરવાયો
ગાંધીધામ તાલુકાનાં કિડાણા ગામે કોઈ અજાણ્યા ચોરે ઘરની બારી ખોલી બારીમાથી દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કરી 3 મોબાઈલ ફોન, વેન્યુ કારની આર.સી. બુક તથા પ્લોટના દસ્તાવેજ મળી કુલ.કિ.રૂ. 28000ની તસ્કરી કરી હોવાની ફરિયાદ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પુનિતનગર મ.નં.17 કિડાણામાં રહેતા ઉદયપ્રકાશ ખેમકરણ રાજપૂતે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા. 17-2ના રાત્રિના પોતાના ઘરે પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા. બીજા દિવસે તા.18-2ના સવારે 6 વાગ્યે જાગીને જોતાં મકાનની દરવાજાની બાજુની બારી ખુલ્લી હતી અને મકાનનો દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો. તેમજ મકાનનો સામાન વેર-વિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તપાસ કરતાં 3 મોબાઈલ ફોન, વેન્યુ કાર GJ-12-FB-0766ની ઓરીજનલ આર.સી.બુક તથા સેન્ટ પોલ સ્કૂલ સામે કિડાણા મધ્યે આવેલ પ્લોટના દસ્તાવેજ ચોરી થયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઘટના તા.17-2ના રાત્રિના 11 વાગ્યાથી તા.18-2ના સવારના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.