ત્રંબો ચોકડી પાસે બાઈક ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો: 2 યુવક ઇજાગ્રસ્ત

ત્રંબો ચોકડીથી દૂધ ડેરી વિસ્તારમાં બાઈક ચાલકે પોતાના કબજાના વાહન પરથી કાબૂ ગુમાવી આગળ જતી ટ્રક સાથે અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક તથા સવારને ગંભીર ઇજાઓ પહોચતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા.

આ અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં રમેશભાઈ છગનભાઈ કોલીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તા.18-2ના ફરિયાદીના કાકાનો દીકરો નવીનભાઈ તથા ફરિયાદીનો પુત્ર મનસુખ GJ-12-EJ-0152 બાઈક દ્વારા જઈ રહ્યા હતા. રાત્રિના નવેક વાગ્યા દરમિયાન ત્રંબો ચોકડીથી દૂધ ડેરી વિસ્તારમાં જતાં રોડ પર પહોચ્યા તે દરમિયાન નવિનભાઈએ પોતાના કબજામાં રહેલ બાઈક પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી આગળ જતી ટ્રકના પાછળના ભાગે અથડાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને રોડ પર પટકાતાં ગંભીર ઈજાઓ પહોચી હતી. બંનેને સારવાર અર્થે રાપર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાથી વધુ સારવાર અર્થે માતૃ સ્પર્શ હોસ્પિટલ સામખીયારી અને ત્યારબાદ ગાંધીધામ ખસેડાયા હતા. જ્યાં નવીનભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ હોઈ તેમને અમદાવાદ રીફર કરાયા હતા. રાપર પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.