અંજારમાં યુવકે અગાઉના બાકી રહેલ રૂપિયાની ઉઘરાણી કરતાં શખ્સે હોટલમાં તોળફોડ કરી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મુસ્તાક મોહમદહુસેન ખત્રિએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ અંજાર એકતાનગર મધ્યે મીમ નોનવેઝ નામની હોટલ ચલાવી ગુજરાન ચલાવે છે. તા.18-2ના રાત્રીના સવા નવેક વાગ્યાના અરસામાં સબિર અબ્બાસ શેખ ફરિયાદીની હોટલ ઉપર આવેલ અને જમવાનું માંગતા ફરિયાદીએ અગાઉ હોટલમાં જમીને ગયેલ હોઈ તેના રૂપિયા આપ્યા વિના ચાલ્યો ગયો હોવાથી તે રૂપિયા માંગતા સબિર એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ત્યાથી ચાલ્યો ગયેલ હતો. અને થોડીવાર બાદ આરોપી ફરી હાથમાં ધોકો લઈને આવેલ અને કહેવા લાગેલ કે કેમ તે મને જમવાનું ના આપ્યું. ઉપરાંત ઇડાની ટ્રેમાં ધોકો મારી તોળી નાખેલ. જેથી ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ કરીશનું કહેતા આરોપીએ તારાથી થાય તે કરી લેજે તારે ફરિયાદ કરવી હોય તો કરજે પણ એનું પરિણામ સારું નહિ આવે. તું ફરિયાદ કરતો ખરો જો ફરિયાદ કરેતો જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. તે દરમિયાન ત્યાં ઘણા લોકો ભેગા થઈ જતાં તે ત્યાથી ચાલ્યો ગયો હતો. અંજાર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.