નાની ચિરઈની વાડીમાથી 108 બોટલ દારૂ ઝડપાયો

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભચાઉ  ગાંધીધામ નેશનલ હાઇવે પર યશોદાધામ(નાની ચિરઈ) બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, હરી વેલા આહીર રહે. યશોદાધામ વાળો યશોદાધામની પાછળ આવેલ પોતાના કબજાની વાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખેલ છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી પ્લાસ્ટિકના કંતાનની આડમાં છુપાવેલ દારૂની 108 બોટલો ઝડપી પાડી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દારૂની 108 બોટલ કિ.રૂ.40,500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.