અંજારમાં વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
અંજાર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ગંગાનાકાના ગેટ પાસે આવેલ હરીશ ટ્રાંસપોર્ટની ઓફિસ પાસે સીધીક સોતા જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડી ઉપરોકત આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 2100 રૂપિયા રોકડા તથા પાનું અને પેન કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.