બસ અને બાઇક વચ્ચે અકસ્માત બે ના કમકમી ભર્યા મોત.7 વર્ષ ની બેબી નો ચમત્કારી બચાવ..
દહેગામ તાલુકાના ધારીસણા પાસે ગામ સલકી નાં રહેવાશી ઠાકોર મનુંજી સગાજી અને જેમની પત્ની નયનાબેન બપોરના સમયે બાઇક નંબર. GJ 18 DE 1862 લઇને સલકી થી ધારીસણા તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન બસ GJ 18 Z 2191 દહેગામ તલોદ પ્રાંતિજ ઓવર સ્પિડ માં આવી રહીં હતી જે ધારીસણા નજીક મરધા ફોર્મ જોડે બાઇક ને અડફેટમાં લેતા ઠાકોર મનુંજી સગાજી તથા તેમની પત્ની નયનાબેન નું ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.7 વષૅની બેબીનો આબાદ બચાવ થયો હતો. દુઃખદ વાત એ છે કે નયનાબેન પ્રેગન્ટે હતા જ્યારે બસ ડ્રાઇવર બસ મૂકીને ભાગી ચૂક્યો હતો સ્થાનિક લોકોએ 108 બોલાવતા 108 ના પાયલોટ જયેશભાઈ તથા પટેલ સતિષભાઈ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળ પર ટોળેટોળા ઉમટી પડયા હતા. સલકી ગામ માં શોક નો મોહોલ જોવા મળી રહ્યો હતો. આ ડેડ બોડી ને રખિયાલ આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે લઈ જવામા આવ્યા હતા.