ગાંધીધામ પંથકની કંપનીઓમાં ભંગાર પર હાથ મારનારી ત્રિપુટી જબ્બે

069233b5-eca0-4318-bdf6-892bc36c6ada

અંજાર, દુધઇ અને ગાંધીધામ આસપાસ કંપનીઓમાંથી ચોરીના બનાવોને અંજામ આપતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડયા હતા. અંજાર પોલીસે ગાંધીધામના નવીન ઉર્ફે કાગડો વાલજી બુચિયા (મહેશ્વરી), સંજય ઇશ્વર દેસાઇ અને હનીફ ઇશાક સોતા (મુસ્લિમ)ને પકડી પાડયા હતા. અંજારની ડી ફેબ્રિકોમ અને ડી ડેવલપમેન્ટ કંપનીમાં થયેલ ચોરી અંગે તપાસ કરતી પોલીસે આ ત્રણેયને પકડી પાડયા હતા. આ પ્રકરણમાં જુસબ ઉર્ફે ધાડો ઓસમાણ ટાંક, રમઝુ મુસા સોઢા અને શૈલેશ માળીને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. આ શખ્સોએ અંજાર અને દુધઇ પોલીસ મથક વિસ્તારમાં ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો તેવું પોલીસે જણાવ્યું હતું. સંજય દેસાઇ વિરુદ્ધ અગાઉ દુધઇ, અંજાર અને ગાંધીધામ એ-ડિવિઝનમાં ગુના નોંધાયેલા છે. પકડાયેલા આ શખ્સો પાસેથી સ્ટીલ પાઇપના 32 ટુકડા તથા બોલેરો ગાડી નંબર જી.જે. 12-બી.ડબલ્યુ. 9175 જપ્ત કરવામાં આવી હતી.