ગાંધીધામમાં હોટેલ સામે પાર્ક કરાયેલી બોલેરોની તફડંચી

ગાંધીધામ શહેરના સેક્ટર-9માં આવેલી એક હોટેલની સામેથી રૂા. સાત લાખની બોલેરોની નિશાચરોએ તફડંચી કરી હતી.શહેરના સેક્ટર-9માં પ્લોટ નંબર 42માં આવેલી હોટેલ આરતીની સામે ગત રાત્રિ દરમ્યાન આ બનાવ બન્યો હતો. હોટેલમાં રહેતા અને તેની બોલેરો ચલાવતા સેવારામ રામારામ રબારીએ ચોરીના આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી . હોટેલ આરતીનું કામ પતાવી ફરિયાદીએ બોલેરો નંબર જી.જે.- -12 -એફ.બી.- 8381વાળી હોટેલની સામે પાર્ક કરી હતી. આ ફરિયાદી વહેલી પરોઢે’ ઊઠતાં વાહન ગુમ જણાયું હતું. નિશાચરોએ’ ગમે તે રીતે સાત લાખનાં આ વાહનને ચાલુ કરી તેની ચોરી કરી ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.