મુંદરાના રહેણાંક મકાનમાથી શરાબનો જથ્થો ઝડપાયો
મુન્દ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન, હિંગળાજનગર સોસાયટી પાસે આવતા તેમને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, હીંગળાજનગર સોસાયટીમાં રહેતા મોહન ભારૂ ગઢવી પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી આરોપી મોહન ભારૂભાઈ ગઢવીને પકડી પાડ્યો હતો. પોલીસે રૂમમાં રહેલ લોખંડની તિજોરીમાથી ભારતીય બનાવટનો વિદેશીદારૂની બોટલ નંગ.22 તેમજ બિયરના ટીન નંગ.-06 મળી આવી હતી. પોલીસે આરોપી પાસે દારૂ તથા બિયરના ટીન તેમજ મોબાઈલ મળી કુલ કિ.રૂ.13850 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી:
- મોહન ભારૂભાઈ ગઢવી ઉ.વ.27 રહે. મ.નં.32, હિંગળાજનગર, મુન્દ્રા