વેકરીયા રણમાં રસ્તામાં પાર્ક કરેલ ટ્રેલર સાથે અન્ય ટ્રેલર અથડાતાં અકસ્માત સર્જાયો
આ અંગે ફરિયાદ નોંધાવતાં કિરીટસિંહ દિલાવરસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમના ટ્રેલરના ડ્રાઈવર રાહુલકુમાર GJ-12-BT-3600 ટ્રેલર દ્વારા એગ્રોસેલ કંપની ધોરડો ખાતે મીઠું ભરવા જઈ રહ્યા હતા તે દરમિયાન વેકરીયા રણમાં પહોચતા એક બીજા ટાટા ટ્રેલર બ્રેક ડાઉન પડેલ હોય તેના ડ્રાઇવરે ટ્રેલર પાછળ બેરીકેટ કે ટ્રેલરના પાછળના ટોલામાં પાર્કિંગ લાઈટ કે રેડિયમ પટ્ટી લગાડેલ ન હોય અને રોડની વચ્ચોવચ ટાટા ટ્રેલર ઊભું રાખેલ હતું. અને સામેથી આવી રહેલ ટ્રેલરના લાઈટના કારણે ફરિયાદીના ડ્રાઈવરે ભટકાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. જેથી રાહુલકુમારને પેટના ભાગે ઇજાઓ તથા મોઢાના ભાગે ઇજાઓ પહોચી હતી. જેથી તેને જી,કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ખાવડા પોલીસે GJ-12-AT-7655ના ટ્રેલર ચાલક સદામ ઈસ્માઈલ રાયમા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.