ભુજમાં જુગાર રમતા 2 જુગારીને પોલીસે ઝડપ્યા:10,300નો મુદ્દામાલ જપ્ત
ભુજ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ભુજીયા રીંગરોડ પાસે કેમ્પ અરિયામાં પીરવાળી શેરીમાં ફિરોજ ઇબ્રાહિમ સમેજા મકાનના ખુલ્લા આંગણામાં અમુક શખ્સો સાથે તીનપત્તિ વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા 2 જુગારીને પકડી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તથા 2 મોબાઈલ ફોન મળી કુલ કિ.રૂ.10,300નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- ફિરોજ ઈબ્રાહિમ સમેજા ઉ.વ.35 રહે. પીરવાળી શેરી, કેમ્પ એરીયા, ભુજીયા રીંગરોડ પાસે, ભુજ
- રીયાઝ નુરમામદ સબધીયા ઉ.વ.24 રહે. પીરવાળી શેરી, કેમ્પ એરીયા, ભુજીયા રીંગરોડ પાસે, ભુજ