બે અલગ-અલગ રેઇડમાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૦૧ કિ.રૂ.૯૦,૩૦૦/- મળી કુલ રૂ.૧,૨૦,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કો. ચંદ્દસિંહ વાળા તથા પો.કો. ઇમ્તિયાઝખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે, અતિશ જીવણભાઇ ચૌહાણ તથા સાગરભાઇ ગોવિંદભાઇ રાઠોડ રહે.બંને રૂવા તા.જી.ભાવનગર તથા વિરેન હકાભાઇ વાઘેલા રહે.કુંભારવાડા,ભાવનગર વાળાએ નિલેશ બીજલભાઇ ડાભી રહે.મોરી પાનવાળા ખાંચામાં,રૂવાવાળાનાં રહેણાંક મકાને ફળીયામાં આવેલ પાણીનાં ટાંકામાં તથા રાજુભાઇ મંગાભાઇ બાંભણીયા રહે.મઢુલી સામે,રૂવાવાળાનાં રહેણાંક મકાને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરફેર કરતાં હોવાની અલગ-અલગ બે માહિતી મળી આવેલ.જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત અન્ય મુદ્દામાલ સાથે મળી આવેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ બે ગુન્હાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓઃ-

  1. અતિશ જીવણભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.જગદિશભાઇ કોળીનાં મકાનમાં ભાડેથી, મઢુલી પાસે, રૂવા તા.જી.ભાવનગર
  2. સાગરભાઇ ગોવિંદભાઇ રાઠોડ ઉ.વ.૩૦ ધંધો-ડ્રાયવીંગ રહે. પંચાયતની બાજુમાં, એરપોર્ટ રોડ, રૂવા તા.જી.ભાવનગર
  3. વિરેન હકાભાઇ વાઘેલા ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે.સુનિલભાઇનાં મકાનમાં, ધીરાભાઇની દુકાન પાસે, ગીરનાર સોસાયટી, કુંભારવાડા, ભાવનગર
  4. રાજુભાઇ મંગાભાઇ બાંભણીયા રહે.મઢુલી સામે,રૂવા તા.જી.ભાવનગર (પકડવાનાં બાકી)
  5. નિલેશ બીજલભાઇ ડાભી રહે.મોરી પાનવાળા ખાંચામાં,રૂવા તા.જી.ભાવનગર (પકડવાનાં બાકી)
  6. મહેશભાઇ ઉર્ફે મયલો ધરમશીભાઇ પરમાર રહે.પ્લોટ વિસ્તાર,સોનગઢ તા.શિહોર,ભાવનગર (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

  1. ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ ૭૫૦ MLની કંપની સીલપેક કાચની બોટલ નંગ-૨૨૧ કિ.રૂ.૬૬,૩૦૦/-
  2. મેજીક મોમેન્ટસ ગ્રેઇન વોડકા ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ ૭૫૦ ML ની કંપની સીલપેક કાચની બોટલ નંગ-૮૦ કિ.રૂ.૨૪,૦૦૦/-
  3. અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૦૪ રૂ.૩૦,૫૦૦/-મળી કુલ રૂ.૧,૨૦,૮૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,પી.આર. સરવૈયા તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ, વનરાજભાઇ ખુમાણ, ચંદ્દસિંહ વાળા, ઇમ્તિયાઝખાન પઠાણ, જગદિશસિંહ ગોહિલ