નખત્રાણા પંથકની ૯ વાડીઓમાંથી ચોરી કરનારા બોડેલીના ત્રણ ઈસમો પકડાયા.                              

92b5de05-e329-40c1-a88e-f73ed4a81d86

 નખત્રાણા પંથકમાં આવેલી અલગ અલગ ૯ વાડીઓમાંથી કેબલની ચોરી કરનારા ત્રણ આરોપીઓ ને પોલીસે ઝડપી લીધા હતા. બાતમીના આધારે કોટડા (જ) વાડી વિસ્તારમાંથી આરોપી મૂળ છોટાઉદેપુરના બોડેલીના ચીમન વિનોદ નાયક,સંજય વિનોદ નાયક અને રાજુ શૈલેષ નાયકને રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા અલગ અલગ ૯ વાડીઓમાંથી બોરના કોપર કેબલ વાયરો કાપીને ચોરી કર્યાની કબુલાત આપી હતી.જે પૈકી ૧ વાડીમાંથી ચોરી કરેલ કેબલ વાયર આશરે ૩૦ મીટર કિ.રૂ.૧૫૦૦/-નો મુદામાલ બાવળોની ઝાડીમાં રાખ્યો હોઈ તપાસ અર્થે કબ્જે કરાયો હતો. પોલીસે અલગ અલગ ૯ વાડીઓમાંથી થયેલ કેબલ ચોરીના ૩ વણ શોધાયેલ ગુન્હાઓ શોધી લીધા છે.આ કામગીરીમાં પીઆઈ આર.જે.ઠુમ્મર તેમજ સ્ટાફના મુકેશભાઈ સાધુ, નિકુંજદાન ગઢવી,પુનશીભાઇ ગઢવી, વનરાજસિંહ જાડેજા, રોહિતગીરી ગુસાઇ, વિક્રમભાઇ માજીરાણા, મયંકભાઇ જોષી, રમેશભાઇ રબારી જોડાયા હતા.