ગાંધીધામ સંકુલમાં ટાયર ચોરતી ટોળી ફરી સક્રિય      

આદિપુરના વોર્ડ-4/ Bમાં આવેલી સિનિયર સિટિઝન સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરવામાં આવેલી કાર નીચે બ્લોક ગોઠવી દઇ ડ્રાઇવર સાઇડના બે ટાયરો અસમાજિક તત્વો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાવી હતી. આદિપુરના વોર્ડ-4/Bમાં આવેલી સિનિયર સિટિઝન સોસાયટીના મકાન નંબર 43માં રહેતા જલ્પેશ અરવિંદભાઇ પટેલે કરેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ, તારીખ 23 ફેબ્રુઆરીના સાંજે 6 વાગ્યાના અરસામાં તેમણે પોતાની કાર ઘર પાસે પાર્ક કરી હતી. ત્યારબાદ જમીને તેઓ સૂઇ ગયા, બીજા દિવસે બપોર પછી તેમણે ઘરની બહાર આવીને જોયું તો તેમની કારની ડ્રાઇવર સાઇડમાં કોઇ હરામખોરો બ્લોક ગોઠવી બન્ને ટાયર ચોરી કરી ગયા હતા. તેમણે ફરિયાદ અરજીમાં તાત્કાલીક તપાસની માંગ કરી હતી.