જુના કટારીયા પાસે પરવાના વિનાની બંદૂક સાથે 2 શખ્સ ઝડપ્યા

લાકડિયા પોલીસ પેટ્રોલિગ કરી રહી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, જુના કટારીયા ગામની સીમ વિસ્તારમાં કાચા માર્ગે બે શખ્સો દેશી હાથ બનાવટની બંદૂક લઈ શિકાર કરવા નીકળ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી જુના કટારીયા તરફ જતાં કાચા રસ્તા પર બે શખ્સોને પરવાના વિનાની એક દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બંદૂક કી.રૂ.10,000 તથા એક મોબાઈલ ફોન કી.રૂ.3000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- રસુલ કરીમ જીએજા ઉ.વ.42 રહે. શિકારપુર કોલીવાસ તા. ભચાઉ
- સલીમ ભુરા રાઉમાં ઉ.વ.50 રહે. જુના કટારીયા તા. ભચાઉ