ભચાઉ પોલીસે નાની ચિરઈના રહેણાંક મકાનમાથી 29 હજારનો શરાબ ઝડપ્યો: આરોપી ફરાર

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાની ચિરઈ સ્મશાન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નાની ચિરઇમાં રહેતો ઉત્તમ ગગુભાઈ બકુત્રાએ પોતાના રહેણાંક મકાનમાં ગરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી મકાનમાં છુપાવેલ વિદેશી દારૂ ની 48 બોટલો કી.રૂ.20,040 તથા 90 નંગ ક્વાર્ટર કી.રૂ.9,000 મળી કુલ કી.રૂ.29040નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ.બળદેવસિંહ જાડેજા તથા પ્રવીણભાઈ પાસી તથા પોલીસ હેડ. કોન્સ. ભાવેશભાઈ ઠાકોર તથા પો.કોન્સ. અભિજીતસિંહ દિગવિજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.