અરવલ્લી:- મોડાસા રૂરલ પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી…

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ટીટોઇ વિસ્તારમાં પેટ્રોલીગ તથા વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન પ્રોહિ નાકાબંધી જોઇ મારૂતી સ્વીફટ ગાડીના ચાલકે પોતાના કબજાની કાર ટીંટોઇ થી કુડોલ જતા રોડ ઉપર મુકી ભાગી ગયેલ જે સ્વીફટ કારની વચ્ચેની તથા પાછળ ડીકીમાં ભરેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ તેમજ મારૂતી સ્વીફટ ગાડી સાથે કુલ કિંમત ૪,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ મુકી ભાગી જઇ ગુન્હો કરેલ છે.કાર ચાલક વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.